Lyrics:
Pujya Ach. Bh. Udayratna Surishwarji Maharaj Saheb ( Dahela )
Voice & Composition:
Jatin Bid [ JB-Musiclab ]
Music:
Hardik Pasad
Labharthi:
Sha. Maghrajji Fulchandji Sadani Pariwar
Amarsar Sarat, Rajasthan
.......................................................
lyrics
વાદળ, ઝાકળ, વૃક્ષ અને જળ, ફૂલ રમે છે રાસ..
ઉજળા ઉજળા મંદિરીયામાં હવે પધારો નાથ..
ઇંટ ચુનાનું મંદિર બાંધ્યું, એવું ભલેને માનો;
તમને વ્હાલા ના પધરાવું, તો હું સેવક શાનો ?
લાગણીઓના દ્વાર ખુલ્યા છે (૨) લંબાવ્યા મેં હાથ.. ઉજળા ઉજળા..
તું ના આવે તો મનમંદિર, સૂનું સૂનું ભાસે;
તું જો આવે તો મંદિરમાં, રોજ દિવાળી થાશે,
હૈયું મારું વાટ જુએ છે (૨) સાંભળજોને સાદ.. ઉજળા ઉજળા..
આંખ મીચું કે ઉઘાડી રાખું, તમારું દર્શન થાતું;
છો'ને આવે દુઃખ હજારો, તમને રાજી રાખું,
પ્રભુ તમારી નેહ નજરથી, ‘ઉદય’ થશે રળિયાત.. ઉજળા ઉજળા..